મસૂદને બચાવનારા ચીનને અમેરિકાની ગર્ભિત ધમકી

સંયુક્ત રાષ્ટ્રમાં વિટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને બચાવનારા ચીન પર અમેરિકા ગિન્નાયું છે. એટલું જ નહીં, ચીનને એવી ગર્ભિત ધમકી આપવામાં આવી છે કે અમારી પાસે અન્ય માર્ગ પણ ખુલ્લાં છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ગઈકાલે મળેલી બેઠકમાં ચીને વિટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થતાં રોક્યો હતો, જેને કારણે ભારતને મોટો ફટકો પડ્યો છે. સાથે જ ભારતની તરફેણ કરનારા અમેરિકા, ફ્રાન્સ અને યુકે પણ ભોંઠા પડ્યાં છે. ત્યારે બેઠકમાં જ અમેરિકાએ ચીનના આ પગલાના સખત પ્રત્યાઘાત આપ્યાં છે. અમેરિકા તરફથી બેઠકમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ચીન જો સતત આવા પ્રકારની અડચણો ઉભી કરતું રહેશે તો જવાબદાર દેશોએ અન્ય કાર્યવાહી કરવી પડશે.સુરક્ષા પરિષદના અન્ય સભ્ય દેશોએ કડક વલણ અપનાવવુ્ં પડશે, પરંતુ પરિસ્થિતિ ત્યાં સુધી જવી જોઈએ નહીં, તેવી આશા રાખીએ છીએ.

 

Related News