ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, તમામ ખેડૂતોને રૂ. 6000ની મદદ, રામમંદિર સંકલ્પનું પણ પુનરાવર્તન

2019 લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં ભાજપે આજે પોતાનો સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચૂંટણી ઘોષણા પત્ર જારી કરતા પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી સાથે મુલાકાત કરી હતી. શાહે સંકલ્પ પત્ર જારી કરતા અગાઉ મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી. તેમણે કહ્યું કે દેશની તમામ અપેક્ષાઓને 2019ના સંકલ્પ પત્રમાં રજુ કરાઈ છે. સંકલ્પ પત્ર 6 કરોડ લોકોની સાથે ચર્ચા કરીને બનાવવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ તેના વિવિધ મુદ્દાઓ વિષે રાજનાથ સિંહે માહિતી આપી, જે મુખ્યત્વે નીચે મુજબ છે.

રાજનાથસિંહે રૂઆબભેર અદામાં વિશ્વાસ સાથે કહ્યું હતું કે જે અમે કહ્યું છે તેને કરીને જ દમ લઈશું. જમ્મુ-કાશ્મીરમાંથી 35-એ કલમ હટાવવાના તમામ પ્રયત્નો કરાશે.

-  તમામ ખેડૂતોને 6000 રૂપિયાનો લાભ મળશે.  ખેડૂતો પર 25 લાખ કરોડ રૂપિયા આગળના પાંચ વર્ષમાં ખર્ચ કરાશે. 
- એક લાખ સુધીના ક્રેડિટ કાર્ડ પર જે લોન મળે છે તેના ઉપર 5 વર્ષ સુધીનું વ્યાજ ઝીરો ટકા હશે. 
- લઘુ અને સિમાંત ખેડૂતોને પેન્શન, નાના દુકાનદારોને પણ 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે. 
 - ખેડૂત સન્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે. 

- 60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શનની સુવિધા
- ખેડૂતોની આવક બમણી કરવા પર ધ્યાન.
- જેમ બને તેમ જલદી સોહાર્દપૂર્ણ વાતાવરણમાં રામ મંદિરનું નિર્માણ કરાવવું.
- દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં.

- ટ્રિપલ તલાક કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય સુનિશ્ચિત કરીશું. 
-
પ્રત્યેક પરિવારને પાક્કુ મકાન, વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી સિલિન્ડર.
- આયુષ્યમાન ભારતના 1.5 લાખ હેલ્થ અને અવેરનેસ સેન્ટર ખોલાશે. 
- 2022
સુધીમાં તમામ રેલવે ટ્રેકને બ્રોડ ગેજમાં પરિવર્તન કરીશું. 
-
લો સંસ્થાનોમાં સીટો વધારાશે. 
- 100
ટકા વિદ્યુતિકરણ કરાશે.
- એક્સેલન્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં સીટોની સંખ્યા વધારાશે.
- સરકારી પ્રક્રિયાઓને ડિજિટલ કરાશે.
- ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન. 
- પ્રત્યેક વ્યક્તિને 5 કિમીની અંદર બેંકિંગ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે.
- સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યોમાં ચૂંટણી થાય તે માટે સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરીશું. 
- સિટિઝનશીપ એમેડમેન્ટ બિલને સંસદના બંને સંદનોમાંથી પાસ કરાવીશું અને લાગુ કરીશું. 
- ઘૂસણખોરીને રોકીશું.

Related News