ભાજપનું ગરીબી હટાવવા વચન, દરેકને પાકા મકાન, 80 કરોડ લોકોને 13 રૂપિયે કિલો ખાંડ અપાશે

નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભાજેપ સંકલ્પ પત્ર એટલે કે લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ગરીબી હટાવવાની વાતને પણ મહત્વ અપાયું છે.

સંકલ્પ પત્રમાં વચન મુજબ ગરીબ કલ્યાણ હેડ હેઠળ ગરીબી રેખાથી નીચે જીવતાં લોકોની ટકાવારી ઘટાડવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ જે ગરીબો હાલમાં કાચા મકાનો કે ઝૂંપડામાં વસી રહ્યાં છે તેમને 2022 સુધીમાં તમામને પાકા મકાનો આપવામાં આવશે. ખાદ્ય સુરક્ષાનો પણ નવો વિચાર આ સંકલ્પ પત્રમાં જાહેર કરાયો છે, જે મુજબ 80 કરોડ લોકોને ઘઉં સહિતના અનાજ આપવાનો વાયદો કરાયો છે. જ્યારે 80 કરોડ લોકોને 13 રૂપિયે કિલો ખાંડ પૂરી પાડવાનું પણ વચન આપવામાં આવ્યું છે. 

Related News