ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી વેળા દુર્ઘટના

કડોદરા નજીક ચલથાણ ગામ પાસે ટેન્કરનો વાલ તૂટી જતા બેના મોત, એક બેભાન, ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી વેળા દુર્ઘટના

વહેલી સવારે પેટ્રોલિંગમાં રહેલી પોલીસના ધ્યાનમાં આવી વાત, ગોકુલધામ સોસાયટી નજીકની ખાડીમાં કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર તેમજ ત્રણ યુવાનો બેભાન હાલતમાં મળી આવ્યા

પોલીસે તપાસ કરતા બે ભરવાડ યુવાનોના મોત થઈ ચુક્યા હતા જ્યારે અન્ય એક યુવાનને બેભાન હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો

પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે કેમિકલ વેસ્ટ ભરેલુ ટેન્કર ગેરકાયદેસર રીતે અહીંની ખાડીમાં ઝેરી કેમિકલનો કચરો ઠાલવવા આવ્યું હતું, ઝેરી કચરો ખાલી કરતી વેળા વાલ તૂટી જતા ગેસ છુટયો હતો અને તેની અસર તળે ત્રણ યુવાનો બેભાન થઈ ગયા હતા જે પૈકી બેના મોત નિપજ્યા છે

Related News