ઉધનાના સાડીના વેપારીને રાજસ્થાનના વેપારીઓ 97.74 લાખનો ચૂનો ચોપડી ગયાઃ સાર્ટિનની ખરીદી બાદ પેમેન્ટ ચુકવ્યું નહીં, દુકાન બંધ કરી ફરાર થઈ ગયા

સુરતના કાપડ માર્કેટમાં વધુ એક મોટા ઉઠમણાંના સમાચાર સામે આવ્યા છે. ઉધના ખાતે કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી ત્રણ રાજસ્થાની વેપારીઓ રૂ. ૯૭.૭૪ લાખની સાડી પર લગાડવાનો સાર્ટીનનો ખરીદ્યા બાદ આજદીન સુધી પૈસા ન ચુકવ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

કામરેજ રોડ સરથાણા જકાતનાકા સ્થિત ભુરખીયાધામ રો હાઉસમાં રહેતા વિજયભાઇ વિઠ્ઠલભાઇ વોરા ઉધના વિસ્તારમાં ગીરીરાજ નેરો ફેબ, દ્રારકેશ નેરો ફેબ અને સુરભી નેરો ફેબ નામથી સાડીની દુકાન ધરાવે છે. એક વર્ષ પહેલાં રાજસ્થાન ઝાલોર જીલ્લાના કારલુ ગામના વતની અને પુણા બોમ્બે માર્કેટ રોડ સીતારામ સોસાયટીમાં રહેતા અને ત્યાં જ રૂપા એન્ટરપ્રાઇઝ નામથી ધંધો કરતા મહેન્દ્રસીંગ પહાડસીંગ ચૌહાણ, તેનો ભાઇ વિક્રમસીંગ ચૌહાણ અને ચેતનસીંહ હેમજી ઉમટ નામના વેપારીઓએ વિજયભાઇનો સંપર્ક કર્યો હતો.

સમયસર પેમેન્ટ ચુક્તે કરવાની બાંહેધરી આપી રૂ. ૯૭.૭૪ લાખની સાડીની બોર્ડર ઉપર લાગતા સાર્ટીનનો માલ આપ્યો હતો. પરંતુ સમયસર પૈસા ચુકવ્યા વગર ત્રણેય જણાં દુકાન બંધ કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે વિજયભાઇએ ઉધના પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related News