હવે ધો. 12 સુધી સ્કૂલ છોડ્યાના પ્રમાણપત્રમાં સુધારા જિલ્લા શિક્ષણાધિકારી કરી શકશે, પહેલાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતાં હતાં, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે આજે ધો. 11 અને ધો. 12ના વિદ્યાર્થીઓની તરફેણમાં મોટો નિર્ણય લીધો છે. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં આ બંને ધોરણોમાં નામ, સરનામા સહિતના સુધારા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતાં હતાં, જો કે હવે સુધારાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે આજે એક પરિપત્ર બહાર પાડ્યો હતો .જેમાં જે તે જિલ્લામાં સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં નામ, અટક, જન્મતારીખ, પિતાનું નામ જેવા સુધારા કરવાની સત્તા આપી દેવામાં આવી છે. અગાઉ માત્ર ધો. 10 સુધીના કેસોમાં સુધારા કરી શકાતા હતાં. ધો. 11 અને ધો. 12ના પ્રમાણપત્રમાં સુધારા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતાં હતાં. જેથી વિદ્યાર્થી-વાલીઓને સરકારના આ નિર્ણયથી મોટી રાહત થશે.

 

Related News