જૂનાગઢ પર્વત ઉપર બે રશિયન યુવતીઓ પર હુમલો

જૂનાગઢમાં શિવરાત્રીના મેળા પૂર્વે ઉડી સુરક્ષાની ધજિયા, બે રશિયન યુવતી પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ

મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સરકારે સુરક્ષાની પણ વ્યવસ્થા મજબૂત બનાવવાનો દાવો કર્યો છે, જો કે એક બનાવે સરકારના આ દાવાને મોટી ચેલેન્જ ફેંકી છે

જૂનાગઢ ફરવા આવેલી બે રશિયન યુવતીઓ પર્વત ચઢી રહી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ ચપ્પુ બતાવી એક યુવતીનું પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, યુવતીઓએ સામનો કરતાં લૂંટારૂઓએ ચપ્પુ ફેરવતાં એક યુવતીને ગંભીર ઈજા પહોંચી છે

યુવતીઓએ બૂમાબૂમ કરી મુકતાં લોકોનું ટોળું ભેગું થતાં લૂંટારૂઓ નાસી છૂટ્યા હતાં. પોલીસે યુવતીને રાજકોટ ખસેડી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. ફરિયાદને આધારે લૂંટારૂઓને શોધવાના ચક્રો ગતિમાન કરાયા

Related News